ગાંધીધામના ગોદામમાંથી થયેલ ચોખા ચોરીના કેસમાં વધુ ત્રણ શખ્સો પોલીસના સકંજામાં

jail_bars

copy image

copy image

ગાંધીધામના એક ગોદામમાથી 4.29 લાખના ચોખાની ચોરીના ચકચારી પ્રકરણમાં વધુ ત્રણ શખ્સોની ધરપકડ કરવામાં આવી છે. સૂત્રો દ્વારા જણાઈ રહ્યું છે કે, ગાંધીધામમાં આવેલ સેકટર-12 અંબિકા વે બ્રિજ ગોદામમાંથી રૂા. 4,29,000નાં ચોખા ચોરીના પ્રકરણમાં અગાઉ આરોપી ઈશમોની અટક કરાઈ હતી. આ કેસમાં ગત દિવસે વધુ ત્રણ શખ્સોને ઝડપી પાડવામાં આવેલ છે. પકડાયેલ શખ્સો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

.