મુંદ્રા ખાતે આવેલ દરશડીના યુવાનનું વોટ્સએપમાં સ્ટેટસ મુદ્દે અપહરણ થતાં પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ

માહિતી મળી રહી છે કે,  મુંદ્રા ખાતે આવેલ દરશડીના યુવાનનું અપહરણ થતાં પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવેલ છે. આ મામલે પ્રાપ્ત વિગતો અનુસાર દરશડીના યુવાનનું અપહરણ કર્યા બાદ હોટેલમાં લઈ જઈ અને તેને માફી મગાવતો વીડિયો વાયરલ કરી દેવાના કેસમાં ચાર શખ્સો વિરુદ્ધ પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવેલ હતી. આ કેસના ફરિયાદી મુંદ્રા ખાતે આવેલ ટુંડા ગામની કંપનીમાં  કામ કરે છે. માહિતી મળી રહી છે કે, ગત તા. 22/1ના આ યુવાને પોતાના વોટ્સએપમાં સ્ટેટસ અપલોડ કરેલ હતું.  જે અંગે તેને ફોન આવતા આ યુવાને સ્ટેટસ ડીલીટ કરી મુકેલ હતું. ત્યાર બાદમાં ફરિયાદી કંપનીથી ઘર તરફ જઈ રહ્યો હતો તે દરમ્યાન રસ્તામાં અમુક શખ્સોએ આવી અને સ્ટેટસ વિશે પૂછ્યું હતું અને બાદમાં આ શખ્સોએ ફરિયાદીને તેના વાહન પર બેસાડી બળજબરીપૂર્વક એક હોટેલ પર લઈ ગયેલ હતા. સૂત્રો દ્વારા જાણવા મળી રહ્યું છે કે,આ યુવાનને બળજબરીપૂર્વક હોટેલ લઈ ગયા બાદ આવી અન્ય કોઈ પોસ્ટ મૂકીશ તો મારી નાખવાની ધમકી આપી અને માફી માંગતો વિડીયો બનાવી વાઈરલ કરી દીધો હતો. પોલીસે આ અંગે ફરિયાદ દાખલ કરી આગળની વધુ તપાસ હાથ ધરી છે.