ગાંધીધામના ગોદામમાથી થયેલ 70.66 લાખના જીરૂં અને વરિયાળીના જથ્થા પર હાથ સાફ કરનાર શખ્સો પૈકી એક શખ્સ પોલીસના સકંજામાં
6 માસ પૂર્વે ગાંધીધામના ગોદામમાથી રૂ.70.66 લાખના જીરૂં અને વરિયાળીના જથ્થા પર હાથ સાફ કરનાર શખ્સો પૈકી એકને ઝડપી પાડવામાં આવેલ છે. આ મામલે સૂત્રો દ્વારા મળેલ માહિતી અનુસાર ગત તા તા.24 એપ્રીલ 2023 થી તા.31 મે 2023 દરમ્યાન ગાંધીધામ શહેરમાં આવેલ સેક્ટર-10 જીઆઇડીસી વિસ્તારમાં આવેલ ગોદામમાંથી કોઇ અજાણ્યા ચોર ઈશમો ગોદામમાં રાખેલ રૂ. 70,66,250 ની કિંમતના જીરૂની 783 બોરી અને વરિયાળીની 43 બોરીઓની તસ્કરી કરી ફરાર થઈ ગયેલ હતા. જે અંગે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવેલ હતી. આ દરમ્યાન પૂર્વ બાતમીના આધારે પોલીસે કાર્યવાહી હાથ ધરી અને આ ગુનામાં સામેલ આરોપી શખ્સો પૈકી એક ઈશમની ધરપકડ કરી લેવામાં આવેલ છે. પોલીસે પકડાયેલ ઈશમ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે તેવું જાણવા મળી રહ્યું છે.