અંજાર ખાતે આવેલ બુઢારમોરા નજીકની કેમો સ્ટીલ કંપનીનીમાં બનેલ ગોઝારી ઘટનામાં વધુ એક શ્રમિકનું મોત

copy image

copy image

ગત તા.14 જાન્યુઆરીના અંજાર ખાતે આવેલ બુઢારમોરા નજીકની કેમો સ્ટીલ કંપનીનીમાં દાઝી જવાના કારણે 3 કામદારોના મોત થયા હતા. જેમાં અન્ય શ્રમિકને ગંભીર હાલતમાં અમદાવાદમાં સારવાર અર્થે લઈ જવામાં આવેલ હતા. જે અંગે માહિતી મળી રહી છે કે, એ મજૂરનું પણ મોત નીપજયું છે. પ્રાપ્ત વિગતો મુજબ ગત તા.14/1ના રોજ સવારના અરસામાં બુઢારમોરા સીમ વિસ્તારમાં આવેલ કેમો સ્ટીલ કંપનીની ભઠ્ઠીમાં ઓગાળવા માટે રાખવામા આવેલ સ્ટીલનું પ્રવાહી કોઈ ટેકનિકલ કારણોસર ઉભરાઇને બહાર આવી જતાં ભઠ્ઠી પાસે કામ કરી રહેલા કામદારો ભાગી શકે તે પહેલા જ તેમના પર પડ્યું હતું આ મજૂરો બચાવવા પોકારી રહ્યા હતા. ગંભીર રીતે દાઝેલા તમામ શ્રમિકોને આદિપુરની ડિવાઈન લાઈફ હોસ્પિટલમાં સારવાર અર્થે લઈ જવાયા હતા. આ બનાવમાં ચાર શ્રમિકોની હાલત ગંભીર હોવાનું માલૂમ પડતાં તેમને અમદાવાદની એસવીપી હોસ્પિટલમાં વધુ સારવાર અર્થે ખસેડાયા હતાં. માહિતી મળી રહી છે કે, અમદાવાદમાં સારવાર હેઠળ રહેલાં 28 વર્ષીય અને 23 વર્ષીય યુવાનના સારવાર દરમ્યાન મોત થયા હતા.