બંધ જેલમાં કોની મહેરબાનીથી થાય છે મોબાઇલની હેરાફેરી …?
દેશ ભરમાં ગુનાઓની સંખ્યામાં દિન પ્રતિદિન વધારો થતો જોવા મળી રહ્યો છે ત્યારે, જેલમાં મોબાઇલ મળવાનો કિસ્સો આમ બની ગયો છે. હાલના ગુનાઓના સામ્રાજ્યમાં આ પણ એક ગુનો જ છે. હાલમાં રોજબરોજ જેલમાં મોબાઇલ મળ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે ત્યારે લોકોમાં આ મુદ્દાએ ખૂબ તીવ્ર વેગ પકડી લીધો છે કે…આવા કડક કાયદા હોકા છતાં પણ જેલમાંથી મોબાઈલ મળવાનું કારણ શું…? ક્યાથી આવે છે જેલના કેદીઓ પાસે ફોન…? શા માટે આજ સુધી નથી ઉકેલાયો આ ભેદ…? વધુમાં વિગતો પ્રાપ્ત થઈ રહી છે કે, લોકોમાં આ મુદ્દે અનેક સવાલો ઉઠી રહ્યા છે. જેલમાં બંધ હોવા છતાં પણ કેદીઓ બહારના સંપર્કો સાથે જોડાયેલ રહે છે. આરોપી ઈશમો જેલમાં બંધ હોવા છતાં પણ આચરી રહ્યા છે અનેક ગુનાઓ ….કેવી રીતે પહોંચે છે જેલમાં મોબાઈલ…? કોની મહેરબાનીથી થાય છે મોબાઇલની હેરાફેરી …? તેવું લોકોનું કહેવું છે…..