પૂર્વ કચ્છમાં દારૂના પાંચ ગુનાઓમાં સામેલ અને છેલ્લા એક વર્ષથી નાસતો ફરતો આરોપી જેલના હવાલે

copy image

copy image

સૂત્રો દ્વારા જણાઈ રહ્યું છે કે, પૂર્વ કચ્છમાં દારૂના પાંચ ગુનાઓમાં સામેલ અને છેલ્લા એકાદ વર્ષથી નાસ્તા ફરતા આરોપી ઈશમને એલસીબીએ પકડી અને જેલના હવાલે કર્યો હતો. પ્રાપ્ત વિગતો મુજબ પૂર્વ કચ્છમાં દારૂના પાંચ ગુનામાં સામેલ છેલ્લા એક વર્ષથી પોલીસની પકડમાં ન આવતા રાપરના આરોપી શખ્સને એલસીબીએ ઝડપ્યો હતો. માહિતી મળી રહી છે કે, આ શખ્સ વિરુદ્ધ અંજારમાં બે, આદિપુર, ગાંધીધામ, સામખિયાળીમાં દારૂ અંગેના ગુનાઓ દાખલ છે. પકડાયેલ આરોપી ઈશમ વિરુદ્ધ કુલ 29 જેટલા વિવિધ ગુનાઓ દર્જ છે. આ શખ્સને ઝડપી આગળની વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.