માંડવી ખાતે આવેલ દેઢિયામાંથી 1.03 લાખના કોપર વાયરની તસ્કરી થતાં ફરિયાદ નોંધાઈ

 માંડવી ખાતે આવેલ દેઢિયામાંથી 1.03 લાખના કોપર વાયરની તસ્કરી થતાં પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવેલ છે. આ મામલે સૂત્રો દ્વારા મળેલ માહીતી અનુસાર માંડવીના દેઢિયા  ગામના સીમ વિસ્તારમાં આવેલ સુઝલોન કંપનીની જુદીજુદી બે પવનચક્કીમાં રખવામાં આવેલ કિરૂા. 1,03,500ના 690 મીટર કોપર વાયરની કોઈ ચોર ઈશમો તસ્કરી કરી ફરાર થઈ ગયા હતા. ગત તા. 30-1 થી 31-1ના સમયગાળા દરમ્યાન પવનચક્કી નંબી.ડી.એમ. – 25નો દરવાજો ખોલી તેમાંના કન્ટ્રોલ કેબલ અને પાવર કેબલ  તથા અન્ય  કોપર વાયર આશરે 390 મીટર કિં.રૂા. 58,500 તથા પવનચક્કી નંબી.ડી.એમ. – 30માંથી આશરે 300 મીટર કોપર વાયર કિંરૂા. 45,000 મળી કુલ રૂા. 1,03,500ના  કેબલની કોઈ શખ્સો તસ્કરી કરી પલાયન થઈ ગયા હતા.  આ મામલે પોલીસે ફરિયાદ દાખલ કરી આગળની વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.