ગાંધીધામ એ ડિવિઝન પોલીસ મથકની નજીકથી જ છકડો લઈ ચોર ઈશમો થયા ફરાર
ગાંધીધામ એ ડિવિઝન પોલીસ મથકની નજીક થી જ છકડો લઈ ચોર ઈશમો ફરાર થઈ ગયા છે. માહિતી મળી રહી છે કે, માહિતી મળી રહી છે ગાંધીધામ એ ડિવિઝન પોલીસ સ્ટેશનની નજીક આવેલ સોનલ માના મંદિર નજીક ઉભેલા રૂા. 2,91,000ના છકડાની નિશાચરો ચોરી કરી ફરાર થઈ ગયા હતા. ગાંધીધામના ડીસીએ, જીઆઇડીસી પ્લોટ નં. 113 વિધિ એન્ટરપ્રાઇઝ ગ્લોબલ પ્રા. લિમિટેડ કંપનીની ઓફિસ નજીક આ બનાવ બન્યો હતો. પ્રાપ્ત વિગતો મુજબ આ કંપનીની બહાર આ છકડો પાર્ક કરવામાં આવેલ હતો. જેની ચોર ઈશમો તસ્કરી કરી ફરાર થઈ ગયા હતા.આ ચોરી અંગે પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવેલ છે. નોંધાવેલ ફરિયાદના આધારે આગળની વધુ તપાસ હાથ ધરાઈ છે.