અબડાસા ખાતે આવેલ ગુડથરમાં ગેરકાયદેસર રીતે ખેતર પર કબ્જો કરી લેવાતા લેન્ડ ગ્રેબિંગ તળે ફરિયાદ


અબડાસા ખાતે આવેલ ગુડથરમાં એક ખેતર પર ગેરકાયદેસર રીતે જમીન પર કબ્જો કરી લેવાતા આરોપી શખ્સ લેન્ડ ગ્રેબિંગ અંતર્ગત ફરિયાદ નોંધાવવામમાં આવેલ છે. મળતી વિગતો મુજબ અબડાસા ખાતે આવેલ ગુડથરમાં એક ખેતર પર તેના  માલિકની જાણ બહાર ગેરકાયદેસર રીતે વાવેતર કરી જમીન પચાવી પાડવામાં આવેલ છે.આ મામલે ભુજમાં રહેતા ઈસ્માઈલ અલીમામદ ખત્રી દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવેલ છે. નોંધાવેલ ફરિયાદ અનુસાર ફરિયાદીનાની જમીન ગુડથર સીમ જૂના સર્વે નં. 63, નવા સર્વે નં. 121વાળી આવેલ છે.  ફરિયાદીની જાણ બહાર આરોપી શખ્સએ આ જમીન પર વાવેતર કરી ગેરકાયદેસર રીતે જમીન પચાવી પાડેલ હતી.જે મામલે આરોપી શખ્સ વિરુદ્ધ લેન્ડ ગ્રેબિંગ તળે ફરિયાદ નોંધાવેલ હતી. પોલીસે આ મામલે આરોપી શખ્સ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી આગળની વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.