ભચાઉની ર્વોદય સોસાયટીમાંથી જુગાર રમતી ચાર મહિલા સહિત કુલ કુલ પાંચ ખેલીઓ ઝડપાયા
ભચાઉમાં આવેલ સર્વોદય સોસાયટીમાં જાહેરમાં જુગાર રમતી ચાર મહિલા સહિત કુલ પાંચ જુગાર પ્રેમીઓને રંગે હાથ ઝડપી પાડવામાં આવેલ છે. આ મામલે પ્રાપ્ત થતી વિગતો મુજબ ભચાઉ ખાતે આવેલ સર્વોદય સોસાયટીમાં એક રહેણાંક મકાનની નજીક જાહેર જગ્યામાં અમુક મહિલાઓ અને પુરુષો ગોળ કુંડાળું કરી રૂપિયાની હાર જીતની જુગાર રમી રહ્યા હતા તે દરમ્યાન અચાનક પોલીસ ત્રાટકી હતી અને જાહેરમાં જુગાર રમતી ચાર મહિલા સહિત કુલ પાંચ ખેલીઓની ધરપકડ કરાઈ હતી. માહિતી મળી રહી છે કે પકડાયેલ ખેલીઓ પાસેથી રોકડ રૂા. કુલ 12,300 હસ્તગત કરવામાં આવેલ હતા. પોલીસે પકડાયેલ ખેલીઓ વિરુદ્ધ જુગારધારાની કલમો હેઠળ ગુનો નોંધી આગળની વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.