અબડાસા ખાતે આવેલ પૈયા ગામમાં પગપાળા જતાં 45 વર્ષીય આધેડને અજાણ્યા વાહને અડફેટે લેતા મોત

copy image

copy image

અબડાસા ખાતે આવેલ પૈયા ગામમાં પગપાળા જતાં 45 વર્ષીય આધેડને અજાણ્યા વાહને અડફેટમાં લેતા તેમનું કરૂણ મોત નીપજયું હતું. આ બનાવ અંગે મળતી માહિતી મુજબ અબડાસાના પૈયા ગામમાં વહેલી સવારના અરસામાં પગપાળા જતાં 45 વર્ષીય આધેડ હેમુભા મોડજી સોઢાને અજાણ્યા વાહને હડફેટે લેતાં તેમનું  મોત થયું હતું. આ આધેડ ગત રાત્રે વાડીએ પાણી વાળવા ગયેલ હતા ત્યાર બાદમાં વહેલી સવારે રોડની સામેની બાજુ આવેલ બીજી વાળીએ  પગ પાળા ચાલીને  જઇ રહ્યા હતા તે દરમ્યાન માર્ગમાં પૂરપાટ આવતા અજાણ્યા વાહને આ આધેડને અડફેટમાં લેતા તેમને ગંભીર ઇજાઓ પહોંચી હતી. ગંભીર રીતે ઇજાગ્રસ્ત આધેડને  108 મારફતે નલિયાની સરકારી હોસ્પિટલ લઈ જવામાં આવેલ હતા. જ્યાં ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા.પોલીસે અજાણ્યા વાહનના ચાલક વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી આગળની વધુ તપાસ હાથ ધરી છે.