ગાંધીધામના ગોદામમાંથી થયેલ 1.74 લાખના બ્રાઉન રાઇસની તસ્કરીના ચકચારી પ્રકરણમાં ચાર આરોપી ઈશમોને જેલના હવાલે કરાયા
ગાંધીધામ ખાતે આવેલ મીઠીરોહરના સીમ વિસ્તારમાં આવેલ ગોદામમાંથી થયેલ 1.74 લાખના બ્રાઉન રાઇસની તસ્કરીના ચકચારી પ્રકરણમાં ચાર આરોપી ઈશમોને જેલના હવાલે કરી દેવાયા છે. આ મામલે સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર ગાંધીધામ ખાતે આવેલ મીઠીરોહરના સીમ વિસ્તારમાં આવેલ ગોદામમાં તસ્કરો રૂા. 1,74,000ના બ્રાઉન રાઇસની 58 બોરીની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. આ ગોદામમાં ગત તા. 20/1 થી 22/1 દરમ્યાન ચોરીનો બનાવ બન્યો હતો. આ ગોદામોમાં ચોખાનો સંગ્રહ કર્યા બાદ તેને વિદેશ મોકલાતા હતા. ચોર ઈશમો ગોદામમાંથી 50 કિલોની એક એવી કિંમત રૂા. 1,74,000ની કુલ 58 બોરીની ચોરી કરી પલાયન થઈ ગયા હતા. આ મામલે પોલીસ મથકે ફરિયાદ નોંધવવામાં આવતા નોંધાવેલ ફરિયાદ અનુસાર પોલીસે કાર્યવાહી હાથ ધરી અને આ ગુનામાં સામેલ ચાર આરોપી ઈશમોને જેલના હવાલે કર્યા હતા. પોલીસે પકડાયેલ શખ્સો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.