જુનાગઢનાં હથીયાર સહિતના ગુનાઓમાં સામેલ બે વર્ષથી નાસતા ફરતા આરોપી શખ્સને જેલના હવાલે કરાયો
અનેક ગુનામાં સામેલ છેલ્લા બે વર્ષથી નાસતા ફરતા આરોપી ઈશમને પોલીસે ઝડપી પાડ્યો છે. આ મામલે સૂત્રો દ્વારા મળેલ માહિતી અનુસાર જૂનાગઢના પોલીસ સ્ટેશનના હથિયારના ગુનામાં ઉપરાંત રાજકોટ તથા પોરબંદર અને મોરબીના ગુનાઓમાં ફરાર ગોંડલનો આરોપી શખ્સને પોલીસે જૂનાગઢના વંથલી ખાતેથી ઝડપી પાડેલ છે. પ્રાપ્ત વિગતો મુજબ ક્રાઈમ બ્રાંચને ખાનગી રાહે બાતમી મળેલ હતી કે, જૂનાગઢ, રાજકોટ, પોરબંદર તેમજ મોરબીના જુદા જુદા ગુનાઓમાં સામેલ આરોપી શખ્સ હાલમાં જૂનાગઢના વંથલી રોડ પર આવેલ અક્ષર મંદિર ખાતે હાજર છે. મળેલ બાતમીના આધારે પોલીસે કાર્યવાહી હાથ ધરી અને હકીકત વાળા સ્થળ પરથી આરોપી ઈશમને પકડી પડ્યો હતો. પોલીસે પકડાયેલ આરોપી શખ્સ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.