થરાવડા અને વરલીમાંથી થયેલ કેબલચોરીનો ભેદ ઉકેલી બે શખ્સોને ઝડપી પાડતી LCB ટીમ

copy image

copy image

ભુજના  થરાવડા અને વરલીના વાડી વિસ્તારમાંથી થયેલ કેબલ વાયર ચોરીનો ભેદ ઉકેલી બે આરોપી શખ્સને એલસીબીએ ઝડપી પાડ્યા છે. આ મામલે સૂત્રો દ્વારા મળેલ માહિતી અનુસાર એલસીબીની ટીમને ખાનગી રાહે બાતમી મળેલ હતી કે,  થરાવડા અને વરલીના સીમ વિસ્તારમાં આવેલ વાડીઓના મોટરના કેબલની તસ્કરીના ગુનામાં સામેલ આરોપી ઈશમ તથા તે ચોરાઉ વાયર ખરીદનાર શખ્સ હાલમાં શેખપીરથી કુકમા વચ્ચે આવેલ હરસિદ્ધિ હોટેલ નજીક હાજર છે. મળેલ બાતમીના આધારે પોલીસે કાર્યવાહી હાથ ધરી અને બંને આરોપી શખ્સોને ઝડપી પાડ્યા હતા. પકડાયેલ શખ્સોને પૂછતાછ કરવામાં આવતા વાયરચોરી કરી અને અંજારમાં અમીન પિંજારાના ભંગારવાડામાં વેચેલ હોવાનું સામે આવ્યું હતું. પોલીસે તમામ મુદ્દામાલ કબ્જે કરી આગળની વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.