ભુજ ખાતે આવેલ નાગોરથી ત્રંબૌ જતા માર્ગેથી દેશી બંદૂક સાથે એક શખ્સ પોલીસના સકંજામાં

copy image

copy image

ભુજ ખાતે આવેલ નાગોરથી ત્રંબૌ જતા માર્ગે હાથ બનાવટની દેશી બંદૂક સાથે એક શખ્સને ઝડપી પાડવામાં આવેલ છે. આ મામલે સૂત્રો દ્વારા મળેલ માહિતી અનુસાર એલસીબીની ટીમ પેટ્રોલિંગમાં હતી તે દરમ્યાન તેમને ખાનગી રહે બાતમી મળેલ હતી કે, નાગોરથી ત્રંબૌ જતા રસ્તા પર એક શખ્સ કપડાંમાં વીંટળાયેલી કોઈ શંકાસ્પદ વસ્તુ લઇ ઊભો છે. મળેલ બાતમીના આધારે પોલીસે કાર્યવાહી હાથ ધરી અને હાથ બનાવટની દેશી બંદૂક સાથે આરોપી ઈશમને ઝડપી પાડ્યો હતો. પોલીસે આરોપી શખ્સ પાસેથી તમામ મુદ્દામલ કબ્જે કરી ઇશમ વિરુદ્ધ ગુનો નોંધી આગળની વધુ  કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.