રાપર તાલુકાના રમવાવ ગામના 40 વર્ષીય મહિલાનું બાઇક પરથી પડી જવાના કારણે મોત
રાપર ખાતે આવેલ રામવાવ ગામની 40 વર્ષીય મહિલાનું બાઇક પરથી પડી જવાથી મોત થયું હતું. આ બાનવ અંગે પ્રાપ્ત થતી વિગતો મુજબ આ બનાવ ગત તા.30/1ના રોજ બન્યો હતો. રમવાવ ગામના 40 વર્ષીય મહિલા ચંપાબેન રાજેશભાઇ કોલી બાઇક પર પાછળ બેસીને જઇ રહ્યા હતા તે દરમ્યાન નવાપરા ગામ નજીક બાઇક પરથી પડી જતાં મહિલાને ગંભીર ઇજાઓ પહોંચી હતી. ગંભીર ઇજાઓના પગલે આ મહિલાને સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવામાં આવેલ હતા. જ્યાં ગત દિવસે સવારના સમયે સારવાર દરમ્યાન તેમનું મોત નીપજયું હતું.