છેલ્લા દસ વર્ષથી કેદ પાકિસ્તાનીનું બીમારીના કારણે મોત

copy image

copy image

સૂત્રો દ્વારા માહિતી મળી રહી છે કે, છેલ્લા દસ વર્ષથી કેદમાં રહેલા 41 વર્ષીય પાકિસ્તાની શખ્સનું બીમારીના કારણે મોત થયું છે. પ્રાપ્ત વિગતો મુજબ વર્ષ 2013થી જે.આઇ.સી.માં  કેદ  પાકિસ્તાની આરોપી રજાકશા લાંબા સમય ગાળાથી પથરી અને પેટ સંબંધિત બીમારીથી પીડિત હતા. માહિતી મળી રહી છે કે, આ આરોપીની સારવાર ચાલુ હોવાથી અવારનવાર હોસ્પિટલમાં દાખલ પણ કરવામાં આવેલ હતા.   બીમારીના કારણે આજે સવારે આ શખ્સનું મોત થયું હતું.