મુન્દ્રામાં ભાડે રહેતા 25 વર્ષીય યુવાને ગળે ફાંસો ખાઈ મોતને ભેટો કર્યો
મુંદ્રામાં ભાડે રહેતા 25 વર્ષીય યુવાને કોઈ આગમ્ય કારણોસર ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવી લીધું હતું. આ બનાવ અંગે સૂત્રો દ્વારા મળેલ માહિતી અનુસાર આ બનાવ ગત બુધવારના રાતના સમયે બન્યો બન્યો હતો. મૂળ નખત્રાણાના 25 વર્ષીય યુવાન કિરણ નારાણ પરમાર મુન્દ્રાના ભાડાના મકાનમાં હાજર હતા તે દરમ્યાન કોઈ અગમ્ય કારણોસર ઘરે પંખામાં દુપટ્ટો બાંધી ફાંસો ખાઈ લીધો હતો. બનાવની જાણ થતાં જ તાત્કાલિક આ યુવાનને સ્થાનિક સીએચસીમાં ખસેડાતાં ત્યાના તબીબે તેને મરુત જાહેર કર્યો હતો. પોલીસે આ અંગે અકસ્માતે મોતનો ગુનો નોંધી આગળની વધુ તપાસ આદરી છે.