આદિપુરમાં થયેલ અકસ્માતમાં આધેડનું સારવાર દરમ્યાન મોત
આદિપુર શહેરમાં આવેલ ટાગોર રોડ પર થયેલ અકસ્માતમાં ઘવાયેલ આધેડનું સારવાર દરમ્યાન મોત થયું હતું. આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ આ બાનવ ગત તા.26/1ના રોજ બન્યો હતો. ગત તા. 26/1ના માર્ગ ઓળંગતા આધેડને ટ્રકે હડફેટમાં લેતાં તેમનું સારવાર દરમ્યાન મોત થયું હતું. આદિપુર ખાતે આવેલ ટાગોર રોડ નજીકની બ્લૂ બેરી હોટેલમાં કામ કરતા આ આધેડ ગત તા. 26/1ના સવાર અરસામાં ટાગોર રોડ પરથી હોટેલમાં જવા માર્ગ ઓળંગી રહ્યા હતા, તે સમયે પૂરપાટ આવતી આ ટ્રકે તેમને હડફેટમાં લેતાં આ આધેડને ગંભીર પ્રકારની ઈજાઓ પહોંચી હતી. ગંભીર રીતે ઇજાગ્રસ્ત +આધેડને સૌ પ્રથમ રામબાગ, ત્યાર બાદ ભુજની જી. કે. જનરલ અને ત્યાંથી વધુ સારવાર માટે અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવેલ હતા. જ્યાં સારવાર દમ્યાન તેમનું મોત થયું હતું. ટ્રકના ચાલક વિરુદ્ધ પોલીસ મથકે ફરિયાદ નોંધાતા પોલીસે આગળની વધુ તપાસ હઠ ધરી છે.