“70 હજારની વસ્તીએ એક પણ ડોક્ટર ન હોતા જિલ્લા વિકાસ અધિકારી અને જિલ્લા આરોગ્ય અધિકારીને આવેદન પત્ર પાઠવી ત્વરિત ડોક્ટરની નિમણૂક કરવાની માંગ કરાઇ

કચ્છ જિલ્લાના સૌથી મોટા ગામ માધાપર નવાવાસ જુનાવાસ તથા વર્ધમાન નગરની 70 હજાર જેટલી વસ્તી ની વચ્ચે ફક્ત એક જ ડોક્ટર હતા પણ છેલ્લા ત્રણ મહિનાથી રજામાં ઉતરી જતા અને છેલ્લા એક માસથી સતત ગેરહાજર રહેતા કચ્છ જિલ્લા કોંગ્રેસના આગેવાનોએ જિલ્લા વિકાસ અધિકારી અને જિલ્લા આરોગ્ય અધિકારીને સૂત્રોચાર અને આક્રોશ પૂર્વક રજૂઆત કરી હતી. કોંગ્રેસ પક્ષ દ્વારા જણાવાયું હતું કે મફત આરોગ્ય સુવિધા આપવી સરકારની ફરજ છે કરોડના ખર્ચે બિલ્ડીંગો બનાવવામાં આવ્યા છે પરંતુ સ્ટાફ નથી ભાજપના સ્થાનિક ધારાસભ્ય અને જનપ્રતિનિધિઓએ ખોબેખોબે મત લીધા તેઓને માટે ખરેખર શરમજનક બાબત છે આ બાબતે જિલ્લાનું આરોગ્યતંત્ર પણ સદંતર બેદરકાર છે પરિણામે સરકારોનો લાખો રકમ કર્મચારીઓનો પગાર વેડફાઈ રહેલ છે જેના પ્રતિક રૂપે માધાપરના દુઃખી ગ્રામજનો વતી જિલ્લા આરોગ્ય અધિકારી શ્રી ફુલ માલિને માધાપર PHCના ડોક્ટર તરીકે પ્રતિક નિમણૂક પત્ર આપીને હાજર થવા જણાવ્યું હતું. ઉપરાંત દવાઓનો જથ્થો ડ્રેસર તથા મેડિકલ ઓફિસર ના અભાવે આરોગ્યના દાખલાઓ તથા અન્ય વહીવટી કામમાં પણ માધાપર ની પ્રજા હાલાકી ભોગવી રહી છે જેથી ત્વરિત નિમણૂક તેમજ આરોગ્ય સેવાઓ સુધારવામાં નહીં આવે તો જિલ્લા પંચાયત તથા સ્થાનિક PHC સેન્ટર માધાપર મુદે ઉગ્ર કાર્યક્રમો આપવાની ફરજ પડશે એવી ચીમકી પણ આવેદનપત્રમાં આપવામા આવી હતી માધાપરના કોંગ્રેસી આગેવાન સિનિયર અરજણભાઈ ભુડીયાના માર્ગદર્શન તળે કચ્છ જિલ્લાના આગેવાનો સર્વશ્રી રામદેવસિંહ જાડેજા કિશોરદાન ગઢવી ગની કુંભાર જિલ્લા પંચાયત સદસ્ય નારણભાઈ મહેશ્વરી ધીરજ ગરવા દિલીપ મહેશ્વરી નરેન્દ્રસિંહ જાડેજા ઈલિયાસ ઘાંચી અંજલિ ગોર હાસમ સમા દાનાભાઈ બડગા વાલજીભાઈ મહેશ્વરી શિવજીભાઈ શામજીભાઈ મહેશ્વરી હર્ષદ ભદ્રુ રાજકુમાર આયડી આમદ મોગલ વી આગેવાનોએ ઉગ્ર રજૂઆત કરી હતી એવું જિલ્લા પ્રવક્તા ગનીભાઈ કુંભાર દ્વારા જણાવાયું છે