મોરબી નજીક આવેલ ઘૂટું ગામના રહેણાંક માકાનમાંથી દારૂની 30 બોટલો સાથે એક શખ્સ ઝડપાયો
સૂત્રો દ્વારા જણાઈ રહ્યું છે કે મોરબી નજીક આવેલ ઘૂટું ગામે રહેતા શખ્સના ઘરમાંથી દારૂની 30 બોટલો પોલીસે ઝડપી પાડી છે. પ્રાપ્ત વિગતો મુજબ જિલ્લા એલસીબીની ટીમને ખાનગી રાહે બાતમી મળેલ હતી કે, મોરબી નજીકના ઘૂટું પાસે આવેલ રામકો વિલેજમાં રહેતા શખ્સએ તેનાં રહેણાંક મકાનમા વેચાણ અર્થે દારૂ રાખેલ છે. મળેલ બાતમીના આધારે પોલીસે કાર્યવાહી હાથ ધરી અને હકીકત વાળી જગ્યાએ જઈ તપાસ હાથ ધરતા દારૂની અલગ અલગ બ્રાન્ડની 30 બોટલો નીકળી પડી હતી. પોલીસે તમામ મુદ્દામાલ કબ્જે કરી આરોપી શખ્સની અટક કરી હતી. જાણવા મળી રહ્યું છે કે, પોલીસે પકડાયેલ શખ્સ વિરુદ્ધ ગુનો નોંધી આગળની વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.