મોરબી શહેરના નવલખી રોડ પર જાહેરમાં દારૂની બે બોટલો લઈને ફરતા ઈશમની ધરપકડ
મોરબી શહેરના નવલખી રોડ પર જાહેરમાં દારૂની બે બોટલો લઈને ફરતા આરોપી ઈશમને પોલીસે ઝડપી પાડ્યો હતો. આ મામલે સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર મોરબી શહેરના નવલખી રોડ પર આવેલ સેન્ટ મેરી ફાટક પાસે જાહેરમાં દારૂની બોટલ સાથે આરોપી શખ્સને પોલીસે રંગે હાથ ઝડપી પાડયો હતો. માહિતી મળી રહી છે કે, પોલીસે આરોપીની અટક કરી પકડાયેલ શખ્સ વિરુદ્ધ ગુનો નોંધી આગળની વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.