અબડાસા ખાતે આવેલ સાંયરાના સીમ વિસ્તારમાંથી 294 મીટર કેબલની તસ્કરી થતાં ફરિયાદ નોંધાઈ
અબડાસા ખાતે આવેલ સાંયરાના સીમ વિસ્તારમાં આવેલ સુઝલોન કંપનની પવનચક્કીના વાયરની તસ્કરી થતાં પોલીસ મથકે ફરિયાદ નોંધવામાં આવેલ છે આ મામલે સૂત્રો દ્વારા મળેલ માહિતી અનુસાર અબડાસા ખાતે આવેલ સાંયરાના સીમ વિસ્તારમાં સુઝલોન કંપનની પવનચક્કીમાં રાખવામા આવેલ જુદા-જુદા વાયર મળી કુલ 294 મીટર કેબલ કિં. રૂા. 17940ની કોઈ શખ્સો ચોરી કરી ફરાર થઈ ગયેલ હતા. પ્રાપ્ત વિગતો મુજબ આરોપી ઈશમો વિરુદ્ધ પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવેલ છે. પોલીસે આ અંગે ફરિયાદ દાખલ કરી આગળની વધુ તપાસ હાથ ધરી છે.