ભુજના હોડકો ગામમાં ભેંસના વાડામાંથી 27 હજારનો દારૂ ઝડપાયો : આરોપી ફરાર

copy image

copy image

 ભુજ ખાતે આવેલ હોડકોમાં ભેંસના વાડામાં રાખેલ કિં. રૂા. 27900નો દારૂનો જથ્થો  પોલીસે ઝડપી પાડ્યો હતો. આ મામલે સૂત્રો દ્વારા મળેલ માહિતી અનુસાર ખાવડા પોલીસને ખાનગી રાહે બાતમી મળેલ હતી કે, હોડકોમાં આવેલા ભેંસના વાડામાં વેચાણ અર્થે દારૂનો જથ્થો છુપાવીને રાખવામા આવેલ છે. મળેલ બાતમીના આધારે પોલીસે કાર્યવાહી હાથ ધરી અને હકીકત વાળી જગ્યાએ દરોડો પાડી ભેંસના વાડામાં રખાયેલો કિંમત રૂા. 27,900નો દારૂ  હસ્તગત કર્યો હતો. પ્રાપ્ત વિગતો મુજબ હાથ ધરવામાં આવેલ કાર્યવાહી દરમ્યાન આરોપી શખ્સ હાજર મળ્યો ન હતો. પોલીસે તમામ મુદ્દામાલ કબ્જે કરી આગળની વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.