અંજાર ખાતે આવેલ મેઘપર બોરીચીમાં બે શખ્સો દ્વારા એક યુવાન પર ધોકા અને પાઇપ વડે હુમલો

copy image

અંજાર ખાતે આવેલ મેઘપર બોરીચીમાં એક સોસાયટીમાં બે શખ્સોએ એક યુવાન પર ધોકા અને પાઇપ વડે હુમલો કરી દેતા પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવેલ છે. આ અંગે સૂત્રો દ્વારા મળેલ માહિતી અનુસાર અંજાર ખાતે આવેલ મેઘપર બોરીચીમાં આવેલ હેબિટેડ સોસાયટી નજીક બાઇકથી જતા યુવાન પર બે શખ્સોએ ધોકા – પાઇપ વડે હુમલો કરી દીધો હતો, આ મામલે મેઘપર બોરીચી સોનલનગરમાં રહેતા જયેશ કાનજી માળી દ્વારા પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવેલ છે. નોંધાવેલ ફરિયાદ અનુસાર ફરિયાદી પોતાના કામ અર્થે અંજારની ત્રિવાક સોસાયટીમાં ગયેલ હતો, ત્યાંથી ગત દિવસે સાંજના સમયે આ યુવાન પોતાના ઘર તરફ જઈ રહ્યો હતો. તે દરમ્યાન અગાઉ કરેલ ફરિયાદનું મનદુ:ખ રાખી આરોપી શખ્સોએ આ યુવાન પર ધોકા તથા લોખંડના પાઇપ વડે હુમલો કરી દીધો હતો ઉપરાંત જાનથી મારી નાખવાની ધમકી આપી નાસી છૂટ્યા હતા. પોલિસે આ અંગે આરોપી શખ્સો વિરુદ્ધ ગુનો નોંધી આગળની વધુ તપાસ હાથ ધરી છે.