અંજાર ખાતે આવેલ મેઘપર કુંભારડીના ઝૂંપડામાં ચાલતા દેહવિક્રયના ધંધાનો કર્યો પોલીસે પર્દાફાશ

copy image

copy image

સૂત્રો દ્વારા જણાઈ રહ્યું છે કે, અંજાર ખાતે આવેલ મેઘપર કુંભારડીની એક સોસાયટી નજીક ઝૂંપડામાં ચાલતા દેહવિક્રયના ધંધાનો પોલીસે પર્દાફાશ કરી દીધો છે ઉપરાંત સંચાલક મહિલાની અટક કરાઈ છે. આ અંગે મળતી વિગતો મુજબ અંજાર ખાતે આવેલ મેઘપર કુંભારડીની બંસરી વિલા સોસાયટી સામે આવેલ ઝૂંપડામાં ચાલતા દેહવિક્રયના ધંધાનો પોલીસે પર્દાફાશ કરી સંચાલકની અટક કરી હતી. પ્રાપ્ત થતી વિગતો મુજબ પોલીસને ખાનગી રહે બાતમી મળેલ હતી કે, અંજાર ખાતે આવેલ મેઘપર કુંભારડીના ઝૂંપડામાં ચાલતા દેહવિક્રયના ધંધો ચાલી રહ્યો છે. મળેલ બાતમીના આધારે પોલીસે કાર્યવાહી હાથ ધરી અને  પોલીસે ઝૂંપડામાં છાપો માર્યો હતો. મળતી માહિતી મુજબ પોલીસે આ ઝૂંપડામાં ચાલતા ધંધાનો પર્દાફાશ કરી આ ધંધાની સંચાલકની અટક કરી હતી. આ અંગે પોલીસે આગળની વધુ તપાસ હાથ ધરવામાં આવેલ છે.