નખત્રાણા ખાતે આવેલ ચાવડકામાં પાર્ક કરાયેલ કારમાથી 32 હજારનો દારૂ ઝડપાયો : આરોપી ફરાર

daru

copy image

copy image

સૂત્રો દ્વારા જણાઈ રહ્યું છે કે,નખત્રાણા ખાતે આવેલ ચાવડકામાંથી રહેણાંક મકાનની નજીક પાર્ક કરાયેલ કારમાંથી દારૂનો જથ્થો પોલીસે ઝડપી પાડ્યો હતો. પ્રાપ્ત વિગતો મુજબ હાથ ધરવામાં આવેલ કાર્યવાહી દરમ્યાન આરોપી શખ્સ હાજર મળ્યો ન હતો. માહિતી મળી રહી છે કે, નખત્રાણા તાલુકામાં આવેલ ચાવડકા ગામમાં આરોપી શખ્સના રહેણાક મકાન નજીક પાર્ક કરવામાં આવેલ સ્વિફ્ટ કારમાં તપાસ હાથ ધારવામાં આવતા તેમાંથી  32,000નો શરાબનો જથ્થો નીકળી પડ્યો હતો. પોલીસે દારૂ સહિત કુલ 2,32,000નો મુદ્દામાલ હસ્તગત કરી આરોપી શખ્સ વિરુદ્ધ ગુનો નોંધી આગળની વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.