જખૌ મરીન પોલીસ દ્વારા લુણા, ખીદરત, તથા ઓગતરા નિર્જન ટાપુ પર બોટ તથા ફૂટ પેટ્રોલિંગ હાથ ધરાઈ

શ્રી જે.આર.મોથલીયા પોલીસ મહાનિરીક્ષકશ્રી બોર્ડર રેન્જ ભુજ સાહેબનાઓ તથા શ્રી મહેન્દ્ર બગડીયા પોલીસ અધિક્ષકશ્રી પશ્ચિમ કચ્છ-ભુજ સાહેબનાઓના માર્ગદર્શન હેઠળ અને શ્રી બી.બી.ભગોરા નાયબ પોલીસ અધિક્ષક નખત્રાણા વિભાગ સુચના મુજબ કચ્છ જિલ્લાના માનવ રહિત દરિયાઈ ટાપુઓ પર પોલીસની પકડ વધુ મજબૂત બને તથા ગુનાહિત પ્રવૃત્તિઓને ડામી શકાય તે હેતુથી કચ્છ જિલ્લા કલેક્ટર સાહેબના તા.૧૨/૦૧/૨૦૨૪ ના જાહેરનામાં પ્રમાણે કચ્છ જિલ્લાના ૨૧ ટાપુઓ જ્યાં માનવ વસવાટ નથી તે નિર્જન ટાપુઓ પર મંજૂરી સિવાય અવર જવર પર પ્રતિબંધ લગાવાયો છે.જાહેરનામાં અન્વયે હવે કોઈ પર વ્યક્તિ જાણે અજાણે આ 21 ટાપુઓ પર પોલીસ મંજૂરી વિના કોઈ પણ પ્રવૃત્તિ કરતાં દેખાશે અથવા અવાર જવર કરશે તો જાહેરનામું ભંગ થતા પશ્ચિમ કચ્છ ભુજ પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. આજ રોજ જખૌ મરીન પોલીસ દ્વારા લુણા, ખીદરત, તથા ઓગતરા નિર્જન ટાપુ પર કલેકટર સાહેબના જાહેરનામાની જાગૃતતા તથા ચેર (મૅનગૃવ) જાળીઓમાં બોટ પેટ્રોલિંગ તથા ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવ્યુ. પરોક્ત કામગીરી શ્રી ડી.આર.ચૌધરી પોલીસ ઈન્સ્પેક્ટર, શ્રી વી.એમ.ડામોર પોલીસ સબ ઇન્સ્પેકટર તથા જખૌ મરીન પોલીસ સ્ટેશનના કર્મચારીઓ કરેલ છે.