ચેક પરત થતાં આરોપી શખ્સને એક વર્ષની કેદ
સૂત્રો દ્વારા માહિતી મળી રહી છે કે, ચેક બાઉન્સ થવાના પ્રકરણમાં ગાંધીધામની કોર્ટે આરોપી શખ્સને એક વર્ષની સજા ફટકારતો હૂકુમ જાહેર કર્યો છે. આ મામલે મળતી માહિતી અનુસાર શ્રીરામ ટ્રાન્સ્પોર્ટ ફાઈનાન્સ કંપની પાસેથી આરોપી શખ્સે લોન મેળવી હતી જે પેટે આપવામાં આવેલ ચેક પરત થતાં ગાંધીધામની કોર્ટમાં કેસ દાખલ કરવામાં આવેલ હતો. કોર્ટે બંને પક્ષની દલીલો સાંભળી અને આરોપી શખ્સને એક વર્ષની કેદ અને વળતર પેટે એક લાખ ચૂકવવામાં હૂકુમ જાહેર કર્યો છે.