ભુજનું ઐતિહાસિક દેસલસર તળાવ ગટરના પાણી તથા જળકુંભીથી પ્રદુષિત હોવાથી આ બાબતે કલેકટરશ્રીને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું

કરોડોના કૌભાંડ બાદ ભુજ શહેરનું ઐતિહાસિક દેસલસર તળાવ ગટરના પાણી તથા જળકુંભીથી પ્રદુષિત થયેલ તે બાબતે સામાન્ય સભામાં જળસમાધીથી વિરોધ ની જાહેરાત કરનાર નગરસેવિકા આઈશુબેન સમાની માંગ સબંધે યોગ્ય કામગીરી ન કરાતા દિન આઠ બાદ સામૂહિક જળસમાધિની પરવાનગી આપવા કલેકટરશ્રીને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું”
ભુજ શહેર કોંગ્રેસ પ્રમુખ કિશોરદાન ગઢવી વિપક્ષીનેતા કાસમ સમા નગર સેવકો સર્વશ્રી આઇસુબેન સમા ફાલ્ગુનીબેન ગોર હમિદ સમા હાસમ સમા વિગેરેની આગેવાની તળે નાયબ નિવાસી કલેકટર શ્રી મિતેશ પંડ્યા સાહેબને દેશલસર તળાવ જેવા ભુજના ઐતહાસિક પરંપરાગત સ્ત્રોતની જાળવણી કરવા પ્રતિનિધિ મંડળ સ્વરૂપે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું
આ મુદ્દે લેખિતમાં રજૂઆત કરાઈ હતી કે રાજાશાહી વખતનાં આ તળાવ લાંબા સમયથી ગટરના પાણીથી દૂષિત થઈ રહ્યું છે આ બાબતની ફરિયાદો ભુજ નગરપાલિકાના તંત્ર સમક્ષ વારંવાર કરેલ છે સામાન્ય સભાઓમાં પણ ઉગ્ર વિરોધ કરેલ છે છતાં ભુજ નગરપાલિકાના તંત્ર દ્વારા કોઇ નક્કર કામગીરી કરવામાં આવી નથી આ ઐતિહાસિક તળાવના માટીકામ, ડીઝલ તથા સફાઈ ના મુદ્દે કરોડોની રકમનો ભ્રષ્ટાચાર થયેલ છે છતાં ભુજ નગરપાલિકા આ મુદ્દે જવાબદારો સામે પગલાં લેવા સદંતર નિષ્ફળ ગયેલ છે આ તળાવ છેલ્લા ત્રણ વર્ષથી સતત જળકુંભીથી ઘેરાયેલ છે અને ગટરનું પાણી આ તળાવમાં છોડાતા ઘણીવાર ગટરનું પાણી રહેણાંક વિસ્તારોમાં આવે છે જે ખૂબ જ ગંભીર બાબત છે હાલમાં આ જળકુંભી બાબતે કોંગ્રેસના સંઘર્ષશીલ નગરસેવિકા આઇસુબેન સામાન્ય સભામાં રજૂઆત કરેલ પરંતુ પોલીસ કાર્યવાહી કરીને તેઓની રજૂઆત તેમજ અવાજ દબાવવા માં આવે અને ભ્રષ્ટાચાર થી ખરડાયેલા નગરપાલિકાના સત્તાધીશો મીટીંગ અધૂરી છોડી અને ચાલ્યા ગયેલ આ બાબતે ભુજની પ્રજામાં ભયંકર આક્રોશ છે આ બાબતે દેશલસર જેવા ઐતિહાસિક જળસ્રોતના
સંરક્ષણની જવાબદારી સુપ્રીમ કોર્ટના જાહેરનામા મુજબ કલેકટરશ્રી કચ્છના શિરે છે જેથી દિન આઠમાં યોગ્ય કરવામાં નહીં આવે તો દિન આઠ બાદ કોંગ્રેસનાં નગર સેવકો સાથે કોંગ્રેસના આગેવાનો સર્વશ્રી ગનીભાઈ કુંભાર હરેશભાઈ આહીર ધીરજ ગરવા, અંજલી ગોર પુષ્પાબેન સોલંકી મુસ્તાક હિંગોળજા અમિત ગોર સહેજાદ સમા શક્તિસિંહ ચૌહાણ વી સાથે આગેવાનો બહોળી સંખ્યામાં જળ સમાધી લેશે જેના પરિણામની જવાબદારી ભુજ નગરપાલિકા અને જિલ્લાના વહીવટી તંત્રની રહેશે એ બાબતે પ્રાદેશિક નગરપાલિકા કમિશનરશ્રી રાજકોટ તથા પોલીસ અધિક્ષક કચ્છ પશ્ચિમને તથા ચીફ ઓફિસર ભુજ નગરપાલિકાને પણ લેખિતમાં જાણ કરવામાં આવેલ છે એવું જિલ્લા પ્રવક્તા ગનીભાઈ કુંભાર દ્વારા જણાવાયું છે