ભાવનગરમાં બંધ મકનના તાળાં તોડી તસ્કરોએ લાખોની મત્તા પર હાથ સાફ કર્યો

copy image

copy image

સૂત્રો દ્વારા જણાઈ રહ્યું છે કે, ભાવનગરમાં આવેલ ભરતનગરમાં એક મહિલાનાં બંધ મકાનમાં તસ્કરોએ ખાતર પાડ્યું હતું, અને લાખોની મત્તા પર હાથ સાફ કરી ફરાર થઈ ગયા હતા. આ બનાવ અંગે પ્રાપ્ત થતી વિગતો મુજબ આ મામલે  ભાવનગર શહેરના જુના બે મારીયા બ્લોક નંબર 821માં રહેતા કાંતાબેન જયસુખભાઈ ડેલીવાળા દ્વારા પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવેલ છે. નોંધાવેલ ફરિયાદ અનુસાર ફરિયાદી  પરિવાર સાથે બહારગામ ગયેલ હતા. તે સમયે પાછળથી તસ્કરોએ ઘરમાં પ્રવેશી લોખંડનો કબાટ તોડી તેમાં રહેલ તિજોરીના તાળા તોડી રૂ।.19 લાખની કિંમતના સોના ચાંદીના ઘરેણા તેમજ રૂ।7,500ની રોકડ સહિતની માલમત્તાની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. પોલીસે આ મામલે ફરિયાદ દાખલ કરી આગળને વધુ તપાસ હાથ ધરી છે.