નખત્રાણામાં બિલ્ડીંગ પરથી દારૂની બોટલ નીચે કામ કરતાં શ્રમિકના માથા પર પડતાં લોહીલુહાણ હાલતમાં હોસ્પીટલમાં દાખલ

સૂત્રો દ્વારા જણાઈ રહ્યું છે કે, નખત્રાણામાં બિલ્ડીંગ પરથી પડેલી દારૂની બોટલ નીચે કામ કરી રહેલા શ્રમિકના માથા પર પડતાં આ શ્રમિક લોહી લુહાણ બની જતાં તેને સારવાર અર્થે હોસ્પીટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આ બનાવ અંગે પ્રાપ્ત થતી વિગતો મુજબ નખત્રાણાના એસ.ટીસ્ટેશન નજીક આવેલ બિલ્ડિંગ પરથી દારૂની બોટલ પડતાં નીચે મજૂરીકામ કરતા શ્રમજીવીના માથામાં લાગી હતી. બનાવના પગલે આ શ્રમિકને લોહીલુહાણ હાલતમાં પ્રથમ નખત્રાણામાં ત્યાર બાદ વધુ સારવાર માટે ભુજ ખસેડાયા છે. માહિતી મળી રહી છે કે,  નખત્રાણાના બસ સ્ટોપની નજીક આવેલ કેપિટલ પ્લાઝા બિલ્ડિંગની નીચેના જમીન ભાગમાં બિલ્ડિંગ પરથી કોઇ શખ્સે દારૂની ખાલી  કાચની  વજનદાર બોટલ નીચે ફેંકી હતી જેથી  મેદાનમાં હેરફેર કરતા શ્રમજીવી રત્નાભાઇ ભાણજી ગાડલિયા  પર પડતાં  તેમના માથાના ભાગમાં લાગતાં લોહીલુહાણ થઈ ગયા હતા જેથી તેમને ગંભીર હાલતમાં નખત્રાણામાં સારવાર અપાયા બાદ વધુ સારવાર માટે ભુજની  જનરલ હોસ્પિટલમાં તાત્કાલિક દાખલ કરવામાં આવેલ છે. આ બનાવ અંગે પોલીસ દ્વારા કડક તપાસ હાથ ધરવામાં આવે તેવી માંગ લોકો દ્વારા કરવામાં આવી રહી છે.