માંડવી ખાતે આવેલ બાડાના સીમ વિસ્તારમાંથી 89 હજારના વાયરની તસ્કરી ફરિયાદ નોંધાઈ

માંડવી ખાતે આવેલ બાડાના સીમ વિસ્તારમાંથી 89 હજારના વાયરની તસ્કરી થતાં પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવેલ છે. આ મામલે સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર આ ચોરી અંગે માંડવીના ચાંગડાઇમાં રહેતા અરવિંદ દેવશીભાઇ ગઢવી દ્વારા પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવેલ છે. નોંધાવેલ ફરિયાદ અનુસાર ગત તા. 8/11/2023ના રાતથી બીજા દિવસ સુધીના સમયગાળા દરમ્યાન બાડા ગામના સીમ વિસ્તારમાં આવેલી ખાનગી કંપનીની પવનચક્કીના ટાવરમાંથી કોઇ ચોર ઈશમો કિંમત રૂા. 89000ના 2120 મીટર કોપર વાયરની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. પોલીસે આ મામલે ફરિયાદ દાખલ કરી આગળની વધુ તપાસ હાથ ધરી છે.