ગાંધીધામમાં અલગ પ્રકારનો જુગાર રમતા ત્રણ ખેલીઓને પોલીસે ઝડપી પાડ્યા
copy image

સૂત્રો દ્વારા જાણવા મળી રહ્યું છે કે, ગાંધીધામમાથી નવા પ્રકારના જુગાર રમતા ત્રણ ખેલીઓને પોલીસે ઝડપી પાડ્યા છે. આ મામલે સૂત્રો દ્વારા મળેલ માહિતી અનુસાર ગાંધીધામ ખાતે આવેલ કાર્ગો વિસ્તારમાં ડબ્બો વગાડી ચોપાટના પાસાં વડે જુગાર રમતા ત્રણ ખેલીઓને પોલીસે પકડી પાડ્યા છે. પ્રાપ્ત વિગતો મુજબ ગાંધીધામના કાર્ગો એકતાનગરમાં એક રહેણાંક મકાન નજીક શેરીમાં અમુક શખ્સો ડબ્બો વગાડી જાહેરમાં ચોપાટના પાસાં વડે જુગાર રમતા હતા તે દરમ્યાન અચાનક આવેલી પોલીસે અહીં જુગાર રમતા ત્રણ શખ્સોને રંગે હાથ ઝડપી પાડ્યા હતા. પોલીસે પકડાયેલ ખેલીઓ પાસેથી રોકડ રૂા. 1350 હસ્તગત કર્યા હતા. પોલીસે પકડાયેલ ખેલીઓ વિરુદ્ધ જુગારધારાની કલમો હેઠળ ગુનો નોંધી આગળની વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.