અંજાર ખાતે આવેલ નાની ખેડોઇમાં 18 વર્ષીય યુવતીનો આપઘાત
copy image

અંજાર ખાતે આવેલ નાની ખેડોઇમાં 18 વર્ષીય યુવતીએ કોઈ અગમ્ય કારણોસર ઝેરી દવા ગટગટાવી મોતને ભેટો કર્યો હતો. આ બનાવ અંગે પ્રાપ્ત થતી વિગતો મુજબ અંજાર તાલુકામાં આવેલ નાની ખેડોઇમાં રહેતી 18 વર્ષીય મનીષા મહેન્દ્ર ભાઇ નામની યુવતીએ ઝેરી દવા પી લેતાં સારવાર દરમ્યાન તેનું મોત નીપજયું હતું. આ બનાવ ગત તા. 24/1ના સવારના અરસામાં બન્યો હતો. ગત તા. 24 ના આ યુવતી પોતાના ઘરે હાજર હતી તે સમયે કોઇ અગમ્ય કારણોસર તેણે ઝેરી દવા પી લીધી હતી. બનાવની જાણ થતાં આ યુવતીને સારવાર અર્થે અંજારની ખાનગી હોસ્પિટલમાં લઇ જવામાં આવેલ હતી. જ્યાં સારવાર દરમ્યાન આ યુવતીનું મોત નીપજયું હતું. પોલીસે આ બનાવ અંગે નોંધ કરી આગળની વધુ તપાસ હાથ ધરી છે.