ભુજ ખાતે આવેલ મોટા પૈયામાં 17 વર્ષીય સગીરાએ કોઈ કારણોસર ગળે ફાંસો ખાધો

copy image

copy image

ભુજ ખાતે આવેલ મોટા પૈયામાં 17 વર્ષીય સગીરાએ કોઈ આગમ્ય કારણોસર ગળે ફાંસો ખાઈ મોતને ભેટો કરી લીધો હતો. આ બનાવ અંગે પ્રાપ્ત માહિતી મુજબ  ભુજ ખાતે આવેલ મોટા પૈયામાં અદાણી આર.ઇ. પાર્ક લેબર કોલોનીમાં  નાના  સિધિક આમર સમાના ઘરે રોકાવા આવેલી તેમની 17 વર્ષીય દોહિત્રી એ ગત દિવસે જીવનનું અંતિમ પગલું ભર્યું હતું.ગત દિવસે આ સગીરા ઘરે હતી તે દરમ્યાન કોઈ આગમ્ય કારણોસર ભૂંગાના લાકડાની આડીમાં દુપટ્ટા વડે ગળે ફાંસો ખાઈ મોતને વ્હાલું કરી લીધું હતું. પોલીસે આ અંગે અકસ્માત મોતનો ગુનો નોંધી આગળની વધુ તપાસ હાથ ધરી છે.