નવીનાળ કંપનીમાથી થયેલ ચોરીનો ભેદ ઉકેલી છ ઈશમોને ઝડપી પાડતી મુંદ્રા પોલીસ

Bike-Chor-arrested-by-Mulund-Police-station-20-Motorbikes-recoverd-Gallinews

copy image

copy image

નવીનાળ કંપનીમાથી થયેલ ચોરીનો ભેદ ઉકેલી મુંદ્રા પોલીસે છ આરોપી ઈશમોને ઝડપી પાડયા છે. આ મામલે સૂત્રો દ્વારા મળેલ માહિતી અનુસાર મુંદ્રા પોલીસ મથકે બે દિવસ અગાઉ નવીનાળની કંપનીમાંથી થયેલી ચોરી અંગે ફરિયાદ નોંધાવવામાં આવેલ હતી.નોંધાવેલ ફરિયાદના આધારે પોલીસે કાર્યવાહી હાથ ધરી અને આ ચોરીમાં સામેલ છ ઈશમોની અટક કરી હતી.આ મામલે સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ મળેલ પૂર્વ બાતમીના આધારે મુંદ્રા પોલીસે કાર્યવાહી હાથ ધરી અને શંકાસ્પદ ઈસમોને રાઉન્ડ અપ  કરતા નવીનાળની એમ એન્ડ બી ઈન્જીનીયરીંગ લી. કંપનીમાંથી  લોખંડની  સીડીનાએંગલો, ચેનલ તથા  પ્લેટ વિગેરે જેની કિ.રૂ.71000ની ચોરી કરેલ હોવાની આ ઈશમોએ કબુલાત કરી હતી. પોલીસે તમામ મુદ્દામાલ કબ્જે કરી આરોપી શખ્સોની અટક કરી આગળની વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.