કુકમામાંથી સ્કૂટરથી ગૌમાંસની ફેરી કરતા એક શખ્સને ઝડપી પાડતી પધ્ધર પોલીસ
copy image

સૂત્રો દ્વારા જણાઈ રહ્યું છે કે, કુકમામાંથી સ્કૂટરથી ગૌમાંસની ફેરી કરતા એક ઈશમને ચાર કિલો માંસના જથ્થા સાથે પદ્ધર પોલીસે પકડી પાડ્યો છે. આ મામલે પ્રાપ્ત થતી વિગતો મુજબ પધ્ધર પોલીસને ખાનગી રાહે બાતમી મળેલ હતી કે, કુકમામાં આવેલ કે.જે. રાઠોડ હાઈસ્કૂલની પાછળ વણકરવાસમાં એક શખ્સ બજાજ સ્કૂટરથી ફેરી કરી ગૌમાંસનું વેચાણ કરી રહ્યો છે. મળેલ બાતમીના આધારે પોલીસે કાર્યવાહી હાથ ધરી અને બાતમી વાળા સ્કૂટરની તપાસ હાથ ધરતા તેમાથી શંકાસ્પદ પશુ માંસનો જથ્થો મળી આવેલ હતો. આ જથ્થાને એફ.એસ.એલ.માં મોકલવામાં આવતાં માંસ ગૌવંશનું સ્પષ્ટ થતાં આરોપી શખ્સની અટક કરાઈ હતી. પોલીસે આ શખ્સ પાસેથી તમામ મુદ્દામાલ કબ્જે કરી આગળની વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.