ભુજ તાલુકાનાં ઢોરીની સીમમાં વીજકંપની દ્વારા ઊભું કરાતાં ટાવરની કામગીરીમાં ગામના શખ્સો દ્વારા દખલગિરિ કરી કરાયું 5 લાખનું નુકશાન

ભુજ ખાતે આવેલ ઢોરીના સીમ વિસ્તારમાં જમીનમાં વીજકંપની દ્વારા ટાવર ઊભું કરાઈ રહ્યું છે.  માહિતી મળી રહી છે કે, આ કામમાં ગામનાં અમુક શખ્સો દ્વારા અવરોધ ઊભા કરી ખાડામાં માટી નાખીને સ્ટીલના સ્ટબ તથા પ્રોપના  લોખંડના  એંગલ વાળીને રૂા. પાંચ લાખ રૂપિયાનું નુકસાન પહોંચાડેલ હતું. જેથી આ શખ્સો વિરુદ્ધ પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવેલ છે. સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર આ મામલે કંપનીના સિનિયર મેનેજર દ્વારા માધાપર પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવેલ છે. નોંધાવેલ ફરિયાદ અનુસાર ખાવડાથી લાકડિયા જતી વીજ ટ્રાન્સમિશન લાઈનનું કામ ચાલી રહ્યું છે, જેમાં ઢોરીના  સીમ વિસ્તારમાં ગૌચર જમીનમાં એક ટાવર ઊભું કરવાનું કામ ચાલી રહ્યું છે. આ કામ દરમ્યાન ગત તા. 4/2ના ત્રીસથી ચાલીસ આરોપીઓ  શખ્સોએ  ત્યાં આવી કામ બંધ કરાવી ગાળાગાળી  કરી જાનથી મારી નાખવાની  ધમકી આપેલ હતી ઉપરાંત ફાઉન્ડેશન માટે ખોદવામાં આવેલ ખાડામાં માટી નાખીને પૂરી દીધા હતા.  તેમજ સ્ટીલના  સ્ટબ તથા પ્રોપના લોખંડના એંગલ વાળીને કંપનીને રૂા. પાંચ લાખનું નુકસાન પણ પહોંચાડેલ હતું. પોલીસે આ અંગે ફરિયાદ દાખલ કરી આગળની વધુ તપાસ હાથ ધરી છે.