ભચાઉ ખાતે આવેલ આધોઈની વાડીમાં એક મહિલા સહિત બે લોકો પર જંગલી જાનવરે કર્યો હુમલો

ભચાઉ ખાતે આવેલ આધોઈની વાડીમાં એક મહિલા સહિત બે લોકો પર જંગલી જાનવરે હુમલો કરી દીધો છે. આ બનાવને પગલે લોકોમાં ખૂબ ભય ફેલાયો હતો. આ બનાવ અંગે પ્રાપ્ત થતી વિગતો મુજબ આ જનાવરે એક મહિલા સહિત બે લોકો પર હુમલો કરી દીધો છે. ભચાઉ તાલુકામાં આવેલ આધોઈ ઈશ્વરીયા મહાદેવ મંદિર નજીક વાડી વિસ્તારમાં એક ખેડૂત સહિત મહિલાને કોઈ જંગલી જાનવરે બચકા ભરી લીધા છે. ખેતી કામ કરતા પાર્વતીબેન દિનેશ મકવાણા દ્વારા જાણવા મળેલ કે જંગલી જાનવરે તેમના પર છલાંગ મારી દીધી હતી. તેમના હાથમાં બચકા ભરી લોહીલુહાણ કરી દીધા હતા. વધુમાં જણાઈ રહ્યું છે કે, અન્ય એક શખ્સ પોતાના ઘરની બહાર રાત્રિના સુતા હતા તે દરમ્યાન કોઈ જંગલી જાનવરે હુમલો કરી દીધો હતો.આ બનાવને પગલે લોકોમાં ભારે ભાઇનો માહોલ જોવા મળી રહ્યો છે.