અંકલેશ્વર નેશનલ હાઈવે પર આવેલ રિલાયન્સ પેટ્રોલ પંપ હવે જીઓ બીપી પેટ્રોલ પંપ તરીકે ઓળખાશે
અંકલેશ્વરમાં નેશનલ હાઇવે પર પાનોલી નજીક વર્ષોથી કાર્યરત રિલાયન્સ પેટ્રોલ પંપ હવે તેના નવા નજરાણા સાથે jio Bp તરીકે ઓળખાશે.અદ્યતન ટેકનોલોજી અને ગ્રાહકોને વધુમાં વધુ સુવિધા મળે તેવા ધ્યેય સાથે શરૂ કરાયેલા નવા jio બીપીના પ્રારંભ પ્રસંગે પંપ અંગે માહિતી આપતા પંપના મેનેજર એ જણાવ્યું હતું કે એકટીવ ટેકનોલોજી વાળું પેટ્રોલ અને ડીઝલ ગ્રાહકોને મળે તેવી વ્યવસ્થા ઉભી કરાઈ છે સાથે જ અધ્યતન સુવિધા અને ગ્રાહકોને વધુ સુવિધા મળે તે માટે પંપ પરિસરમાં ટાયરમાં સાદી તેમજ નાઇટ્રોજન હવા ભરવા માટે મશીન મુકવામાં આવ્યા છે.તો વોશરૂમની સુવિધા સાથે અન્ય રિફ્રેશમેન્ટ માટેની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી છે તો ગ્રાહકોને પોતાની કંપની પર જ અને સ્થળ પર જ ડીઝલ અને પેટ્રોલ મળી રહે તે માટે શરતોને આધીન ડોર ટુ ડોર ડીઝલ સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે.પંપના નવા વેરીયનટના પ્રારંભ પ્રસંગે ગ્રાહકોના અભિપ્રાય પણ લેવામાં આવ્યા હતા, જેમાં ગ્રાહકોના જણાવ્યા મુજબ જીઓના પેટ્રોલ અને ડીઝલના વપરાશથી તેમને સારી માઇલેજ મળી રહી છે અને સુવિધાનો લાભ તેવો ઉઠાવી રહ્યા છે.