ગુજરાત રાજયના પોલીસ વડા નાઓના હસ્તે પશ્ચિમ-કચ્છ જીલ્લા પોલીસ દ્વારા આયોજીત સ્પોર્ટસ મીટ-૨૦૨૪ નો શુભારંભ
સરકારી વિભાગો વચ્ચે સારૂ સંકલન કેળવાય તે હેતુથી તેમજ લોકો અને આંતર એજન્સીઓ વચ્ચે વિશ્વાસ પ્રસ્થાપિત થાય તે હેતુથી તેમજ “સ્વચ્છ કચ્છ, ફીટ કચ્છ” “ડ્રગ્સ ઉન્મૂલન” “ટ્રાફીક અને સાયબર અવેરનેસ” અંગે જાગૃતિ આવે તે હેતુથી પશ્ચિમ કચ્છ જિલ્લા પોલીસ દ્વારા યોજવામાં આવેલ સ્પોર્ટસ મીટ-૨૦૨૪ના અતિથિ વિશેષ અને મુખ્ય મહેમાન ગુજરાત રાજયના પોલીસ મહાનિદેશક અને મુખ્ય પોલીસ અધિકારીશ્રી વિકાસ સહાય સાહેબના વરદ હસ્તે આઈ.જી.પી. સાહેબ શ્રી જે.આર.મોથલીયા. જીલ્લા કલેકટરશ્રી અમિત અરોરા સાહેબ-કચ્છ. પોલીસ અધિક્ષકશ્રી મહેન્દ્ર બગડીયા સાહેબ પશ્ચિમ કચ્છ-ભુજ, આમંત્રિત કેન્દ્રીય અને રાજયની સરકારી એજન્સીઓના વડાશ્રીઓ. પશ્ચિમ કચ્છ જીલ્લાના સરકારી એકમોના અધિકારીશ્રીઓ, બનાસકાંઠા/પાટણ/પૂર્વ કચ્છના પોલીસ અધિક્ષકશ્રીઓ તેમજ પૂર્વ મંત્રીશ્રી વાસણ ભાઇ આહિર તથા ટીમોના ખેલાડીઓ અને અન્ય આમંત્રિત મહાનુભાવોશ્રીની પ્રેરક ઉપસ્થિતિમાં અતિથિ વિશેષ અને મુખ્ય મહેમાન દ્વારા મશાલ પ્રજ્જવલીત કરી સ્પોર્ટસ મીટ-૨૦૨૪ નો પોલીસ હેડ કવાર્ટર પરેડ ગ્રાઉન્ડ, ભુજ ખાતેથી શુભારંભ કરવામાં આવ્યો.
ઉક્ત મહાનુભાવોની ઉપસ્થિતિમાં સ્પોર્ટ્સ મીટની ઓપનીંગ સેરેમની અંતર્ગત ખેલાડીઓ દ્વારા પરેડ ડ્રીલ કરવામાં આવી તેમજ માધાપરની વીરાંગનાઓનું સન્માન કર્યા બાદ ગુજરાત સરકારના ગૃહ વિભાગ દ્વારા કરવામાં આવતા અલગ-અલગ પ્રજાલક્ષી યોજનાઓને રજૂ કરતા વિવિધ ટેબ્લો જેવા કે, સી-ટીમ, અભય સવારી. બી.ડી.ડી.એસ.. વજ્ર. હાઈવે પેટ્રોલીંગ ઈન્ટર સેપ્ટર, એન્ટી હ્યુમન ટ્રાફિકીંગ. નાર્કોટીક્સ અને ડ્રગ્સ, નેત્રમ, સાયબર ક્રાઈમ, ઈ-એફ.આઈ.આર, ગૌ રક્ષા, વ્યાજખોરી ને લગતા ટેબ્લો પ્રદર્શિત કરવામાં આવ્યા જે ટેબ્લોનું પ્રદર્શન સમગ્ર ભુજ ટાઉનમાં પ્રજાની જાગૃતિ અર્થે ફેરવવામાં આવ્યા બાદમાં સ્વામીનારાયણ કન્યા વિધામંદિર વિદ્યાર્થિનીઓ દ્વારા પાઈપ-બેન્ડ ડ્રીલ રજુ કરવામાં આવ્યું. તેમજ અતિથિ વિશેષ અને મુખ્ય મહેમાન ગુજરાત રાજયના પોલીસ મહાનિદેશક અને મુખ્ય પોલીસ અધિકારીશ્રી વિકાસ સહાય સાહેબે રમતાવીરોને શપથ લેવડાવ્યા બાદ, તેઓશ્રીની બજરીમાં પ્રથમ દિવસની આયોજીત ૧૦૦ મીટર દોડ, ૨૦૦ મીટર દોડ, ૪૦૦ મીટર દોડ, ચક ફેંક, ગોળા ફેંક, બરછી ફેંક, લાંબી કુદ, ઊંચી કુદ, વોલીબોલ, ક્રીકેટ. કબહી, તિરંદાજી જેવી રમતો રમાડવામાં આવી.
તેમજ પશ્ચિમ કચ્છ જિલ્લાના બોર્ડર/કોસ્ટલ વિસ્તાર પોલીસ સ્ટેશનો જેવા કે, મુંદસ. મુંદરા મરીન, માંડવી, માંડવી મરીન, કોઠારા, જખો, જખી મરીન, વાચોર, નારાયણ સરોવર, દયાપર, નરા તથા ખાવડા માં ગ્રામજનો, રાજય અને કેન્દ્ર સરકારની વિવિધ એજન્સીઓ અને પોલીસ વચ્ચે કબડ્ડી તથા વોલીબોલ રમતોનું આયોજન કરવામાં આવેલ જેથી અરસ પરસ વિશ્વાસ પ્રસ્થાપિત થાય તેમજ સ્વચ્છ કચ્છ. ફીટ કચ્છ. ડ્રગ્સ ઉન્મૂલન, ટ્રાફીક અને સાયબર અવેરનેસ અંગે તથા મહિલા સુરક્ષાને લગતા માટે કાર્યક્રમો રાખવામાં આવેલ તેમજ “ત્રણ વાત તમારી – ત્રણ વાત અમારી” ના કાર્યક્રમો રાખવામાં આવેલ. આજ રોજ રમતોમાં વિજેતા થયેલ ખેલાડીઓને ટ્રોફી તથા સ્મુત્તી ચિન્હો એનાયત કરવામાં આવેલ તથા પોલીસ સ્પોટર્સ મીટ-ર૦૨૪ માં આવતી કાલ તા.૧૦/૦૨/૨૦૨૪ ના રોજ પોલીસ હેડ કવાર્ટર, ભુજ ખાતે સરકારની વિવિધ સંસ્થાઓ સાથે વોલીબોલની તથા ક્રીકેટની મેચો રમાશે. તેમજ બોર્ડર/કોસ્ટલ વિસ્તારના લોકો સાથેના સીધા સંવાદ સાથે તેઓની જાગૃતતા વધે તથા પોલીસ સાથેનો વિશ્વાસ કેળવાય તે હેતુસર બોર્ડર રેન્જ ખાતે પશ્ચિમ કચ્છ પોલીસ દ્વારા કોમ્યુનીટી પોલીસી અંતર્ગત-અખંડ ભારત પોલીસ મિત્ર” નુ સંમેલનનું આયોજન બોર્ડરના છેલ્લા ગામ કુરન ખાતે રાખવામાં આવેલ છે. જેમાં બનાસકાંઠા, પાટણ, પૂર્વ કચ્છ, પશ્ચિમ કચ્છના નાગરિકોનો સમાવેશ કરવામાં આવેલ છે. તા.૧૧/૦૨/૨૦૨૪ના રોજ ભુજ ખાતે ભવ્ય મેરેથોન દોડનું આયોજન રાખવામાં આવેલ છે તેમજ પશ્ચિમ કચ્છ જીલ્લાના તાલુકા મથકો ખાતે પણ મેરેથોન દોડનું આયોજન કરવામાં આવેલ છે અને પોલીસ સ્પોર્ટ્સ મીટ-૨૦૨૪માં ફાઈનલ મેચોના અંતે વિજેતા ટીમોને ઈનામ વિતરણની કાર્યવાહી કરવામાં આવશે.