રાપર ખાતે આવેલ  કીડિયાનગરમાં કિશોરીની છેડતી કરનાર આરોપી શખ્સ જેલના હવાલે

copy image

copy image

રાપર ખાતે આવેલ  કીડિયાનગરમાં કિશોરીની છેડતી કરનાર આરોપી શખ્સને જેલના હવાલે કરી દેવામાં આવેલ છે. આ મામલે સૂત્રો દ્વારા મળેલ માહિતી અનુસાર રાપર ખાતે આવેલ  કીડિયાનગરમાં  કિશોરીના ઘરમાં ઘૂસી જઈ તેની છેડતી કરતાં આ શખ્સ વિરુદ્ધ પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવેલ હતી. નોંધાવેલ ફરિયાદ અનુસાર રાપર ખાતે આવેલ કીડિયાનગરમાં ગત દિવસે સાંજના અરસામાં છેડતીનો આ બનાવ બન્યો હતો. પ્રાપ્ત વિગતો મુજબ 16 વર્ષીય કિશોરી પોતાના ઘરે હાજર હતી તે દરમ્યાન આરોપી શખ્સ તેમના ઘરમાં ઘૂસ્યો હતો. આ શખ્સે કિશોરીને  પાછળથી પકડી  છેડતી  કરી હતી. તે દરમ્યાન કિશોરીના દાદી ત્યાં આવી જતાં આ શખ્સ તેમને ધક્કો મારીને ભાગી ગયો હતો. આ બનાવ અંગે પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ફરિયાદ દાખલ કરી આરોપી શખ્સને જેલના હવાલે કરી દીધેલ છે.