રાપર ખાતે આવેલ વ્રજવાણીના એક ખેતરમાથી ચારામાં છુપાવેલ દારૂનો જથ્થો ઝડપાયો : આરોપી ફરાર
રાપર ખાતે આવેલ વ્રજવાણી ગામના સીમ વિસ્તારના ખેતરમાં ચારામાં છુપાવેલ દારૂનો જથ્થો પોલીસે ઝડપી પાડ્યો છે. આ મામલે સૂત્રો દ્વારા મળેલ માહિતી અનુસાર પોલીસને ખાનગી રાહે બાતમી મળેલ હતી કે, વ્રજવાણી ગામની સીમમાં ખેતર ધરાવનારા આરોપી શખ્સે પોતાના કબ્જાના ખેતરમાં દારૂ છુપાવીને રાખેલ છે. મળેલ બાતમીના આધારે પોલીસે કાર્યાવાહી હાથ ધરી અને બાતમી વાળા ખેતરમાં છાપો માર્યો હતો, આ કાર્યાવાહી દરમ્યાન ખેતરમાં રાખવામા આવેલ ચારો હટાવી તપાસ કરવામાં આવતા અલગ અલગ બ્રાન્ડની દારૂની બોટલો નીકળી પડી હતી. પ્રાપ્ત વિગતો મુજબ પોલીસે આહીથી કુલ કિ. 20,600નો શરાબ કબ્જે કર્યો હતો. હાથ ધરવામાં આવેલ કાર્યવાહી દરમ્યાન આરોપી શખ્સ હાજર મળ્યો ન હતો. પોલીસે તમામ મુદ્દામાલ કાબેજ કરી આરોપી શખ્સ વિરુદ્ધ ગુનો નોંધી આગળની વધુ તપાસ હાથ ધરી છે.