ત્રંબૌના વાડીવિસ્તારમાં ઘરમાં ઘૂસી આરોપી શખ્સોએ યુવતી પર ગુજાર્યો બળાત્કાર
રાપર નજીક આવેલ ત્રંબૌના વાડીવિસ્તારમાં બે ઈશમોએ યુવતીના ઘરમાં ઘૂસી તેને છરી બતાવી બળાત્કાર ગુજારવાનો મામલો પોલીસ ચોપડે ચડ્યો છે. આ મામલે સૂત્રો દ્વારા મળેલ માહિતી અનુસાર ગત તા. 3/2ના મોડી રાત્રિના સમયે રાપરના ત્રંબૌ વાડીવિસ્તારમાં આ બનાવ બન્યો હતો. આ યુવતી ઘરમાં સૂતી હતી, તે દરમ્યાન આરોપી શખ્સો ઘરમાં ઘૂસી ગયા હતા અને આરોપી શખ્સે યુવતીનું મોઢું દબાવી છરી બતાવી ધમકી આપેલ હતી. ત્યાર બાદમાં આ યુવતી ઉપર બળાત્કાર ગુજારી બંને શખ્સો નાસી ગયા હતા. આ બનાવ અંગે પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવેતા પોલીસે નોંધાવેલ ફરિયાદ અનુસાર આગળની વધુ તપાસ હાથ ધરી છે.