મુળ બિહારના અને મુન્દ્રામાં રહેતા 19 વર્ષીય યુવાને ગળે ફાંસો ખાઈ મોતને ભેટો કર્યો
copy image

માહિતી મળી રહી છે કે, મુન્દ્રામાં રહેતા અને મુળ બિહારના 19 વર્ષીય યુવાન અમિતકુમાર હરિશંકરે ગળે ફાંસો ખાઈ જીવનનું અંતિમ પગલું ભરી લૂધુ હતું. આ બનાવ અંગે પ્રાપ્ત થતી વિગતો મુજબ મુળ બિહારનો આ યુવાન મુંદ્રાના શાત્રી નગરમાં રહેતો હતો. ગત દિવસે બપોરે આ યુવાન પોતાના ઘરે હાજર હતો તે સમયે કોઈ અગમ્ય કારણોસર પોતાના ઘરે પંખામાં ગમછા વડે ગળે ફાંસો ખાઈ લેતા તેનું મોત નીપજ્યું હતું. મુંદ્રા પોલીસે આ બનાવ અંગે અકસ્માત મોતનો ગુનો નોંધી આગળની કાર્યવાહી આદરી છે.