માધાપરમાં 36 વર્ષીય પરિણીતાએ બીમારીથી કંટાળીને ગળે ફાંસો ખાધો
copy image

ભુજ તાલુકામાં આવેલ માધાપરમાં 36 વર્ષીય પરિણીતાએ બીમારીથી કંટાળીને ગળે ફાંસો ખાઈ જીવનનો અંત આણી લીધો હતો. આ બનાવ અંગે પ્રાપ્ત થતી વિગતો મુજબ ભુજના માધાપરમાં રહેતા રહેતા પરિણીતા મીનાબેન મતિયાએ પોતાની બીમારીથી કંટાળીને ગત દિવસે સાંજના સમયે તેમના ઘરે પંખામાં ગળેફાંસો ખાઈ લીધો હતો. બનાવની જાણ થતાં જ તેમને સારવાર અર્થે ભુજની જી. કે. જનરલ હોસ્પિટલમાં લઈ જવામાં આવેલ હતાં. જ્યાં ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા. પોલીસે આ અંગે નોંધ કરી આગળની વધુ તપાસ આદરી છે.