ભચાઉ ખાતે આવેલ જંગીમાં પવનચક્કીઓમાંથી  95 હજારની તસ્કરી થતાં ફરિયાદ

 ભચાઉ ખાતે આવેલ જંગીના  સીમ વિસ્તારમાં આવેલ પવનચક્કીઓમાંથી  કોઈ ચોર ઈશમો 95 હજારની તસ્કરી કરવા સાથે નુકસાન પહોંચાડેલ હોવાનો મામલો સામે આવી રહ્યો છે ત્યારે આ મામલે સૂત્રો દ્વારા મળેલ માહિતી અનુસાર આ ચોરીના બનાવ અંગે ખાનગી સુરક્ષાકર્મી કરીમભાઈ જમાલભાઈ રાઉમા દ્વારા પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવેલ છે. આ મામલે નોંધાવેલ ફરિયાદ અનુસાર સુઝલોન કંપનીની પવનચક્કીમાં ગત તા. 3/1 થી તા. 11/1 સુધીના સમયગાળા દરમ્યાન આ ચોરી થઈ હતી. અજાણ્યા ચોર ઈશમોએ આ પવનચક્કીમાંથી જુદા-જુદા પ્રકારના 100 મીટર કોપર કેબલ કિં. રૂા. 35 હજાર ઉપરાંત પવનચક્કીમાંથી જુદા-જુદા ત્રણ પ્રકારના કોપર કેબલ 140 મીટર કિં. રૂા. 60 હજાર  સહિત કુલ રૂા. 95 હજારની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. પોલીસે આ મામલે ફરિયાદ દાખલ કરી આગળની વધુ તપાસ હાથ ધરી છે.