ગાંધીધામમાં 49 વર્ષીય આધેડે કોઈ અગમ્ય કારણોસર ગળે ફાંસો ખાઈ મોતને ભેટો કર્યો
copy image

ગાંધીધામમાં 49 વર્ષીય આધેડે કોઈ અગમ્ય કારણોસર ગળે ફાંસો ખાઈ મોતને ભેટો કરી લીધો હતો. આ બનાવ અંગે પ્રાપ્ત થતી વિગતો મુજબ ગાંધીધામમાં 49 વર્ષીય આધેડ કરશનભાઈ મમુભાઈ જોગીએ કોઈ કારણોસર ગળે ફાંસો ખાઈ મોતને વ્હાલું કરી લીધું હતું. મળેલ વિગતો મુજબ ગાંધીધામમાં નવી સુંદરપુરી તલાવડી વિસ્તારમાં રહેતા કરશનભાઈ ગત દિવસે બપોરે 2 વાગ્યાના સમયે પોતાના ઘરે હાજર હતા તે દરમ્યાન પંખામાં દુપટ્ટા વડે ગળેફાંસો ખાધો હતો. બનાવની જાણ થતાં જ તેમણે સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવામાં આવતા ફરજ પરના તબીબે તેમણે મૃત જાહેર કર્યા હતા.