સ્પોર્ટસ મીટ-૨૦૨૪ અંતર્ગત જખૌ તથા જખૌ મરીન પોલીસ દ્વારા જખૌ ગામ ખાતે મેરેથોન દોડનુ આયોજન કરવામાં આવ્યુ

પશ્વિમ કચ્છ જિલ્લા પોલીસ દ્વારા આયોજિત સ્પોર્ટસ મીટ – ૨૦૨૪ નો શુભારંભ ભુજ ખાતે તા.૦૯/૦૨/૨૦૨૪ ના રોજ ગુજરાત રાજયના પોલીસ વડાશ્રી વિકાસ સહાય સાહેબના વરદ હસ્તે કરવામાં આવેલ.

શ્રી વિકાસ સહાય સાહેબ પોલીસ મહાનિર્દેશક અને મુખ્ય પોલીસ અધિકારીશ્રી ગુજરાત રાજ્ય, ગાંધીનગર તથા શ્રી જે.આર.મોથલીયા સાહેબ પોલીસ મહાનિરીક્ષકશ્રી સરહદી રેન્જ -ભુજ તથા શ્રી મહેન્દ્ર બગડીયા સાહેબ પોલીસ અધિક્ષકશ્રી પશ્ચિમ કચ્છ – ભુજ તથા શ્રી બી.બી.ભાગોરા સાહેબ નાયબ પોલીસ અધિક્ષકશ્રી નખત્રાણા વિભાગ નખત્રાણા નાઓના માર્ગદર્શન હેઠળ જખૌ મરીન પોલીસ સ્ટેશનના પોલીસ ઈન્સ્પેક્ટર ડી.આર.ચૌધરી નાઓના સીધા માર્ગદર્શન હેઠળ ગુજરાત પોલીસના પ્રજાલક્ષી અભિગમના ભાગરૂપે લોકો સાથે તાદાત્મય વધારવાના હેતુસર તમામ તમામ સમાજ વર્ગને એક સાથે લઈ ચાલવાના તેમજ સરકારી વિભાગો અને સુરક્ષા એજન્સીઓ સાથે વધુ સંકલન કરવાના તથા ટ્રાફિક અવેરનેસ, ડ્રગ્સ નાબુદી, સાયબર ક્રાઈમ જાગ્રુતિ અને બોર્ડર સીક્યુરીટીને વધુ સુદ્રઢ કરવાના ઉમદા હેતુસર પશ્વિમ કચ્છ જિલ્લા પોલીસ દ્વારા સ્પોર્ટસ મીટ – ૨૦૨૪ ના નેજા હેઠળ જખૌ તથા જખૌ મરીન પોલીસ દ્વારા જખૌ ગામ ખાતે પોલીસ સ્પોર્ટસ મીટ ૨૦૨૪ અંતર્ગત મેરેથોન દોડનુ આયોજન કરવામાં આવ્યુ.

જેમાં જખૌ મરીન પોલીસ સ્ટેશનના પોલીસ ઈન્સ્પેક્ટર ડી.આર.ચૌધરી સાહેબ તથા જખૌ પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઈન્સ્પેક્ટર જે.એ.ખાચર સાહેબ તથા જખૌ – જખૌ મરીન પોલીસ સ્ટાફ તથા એસ.આર.ડી. ના જવાનો તથા ગ્રામજનોએ ભાગ લીધેલ જેમાં મેરેથોનના અંતે વિજેતા બનેલ દોડવીરોને ત્રણ અલગ અલગ કેટેગરીમાં મેડલ આપી સન્માનિત કરવામાં આવેલ.

વિજેતા બનેલ અલગ અલગ કેટેગરીના ખેલાડીઓના નામ-

ગ્રામજનોની કેટેગરી – અબડા ભાવેશસિંહ જટુભા ગામ-જખૌ
મહિલા કેટેગરી – મંધરા અફસાનાબેન હુસેનભાઈ ગામ-જખૌ
ઓલઓવર ફસ્ટ કેટેગરી – લાલાભાઈ મગનભાઈ રબારી પો.કોન્સ. જખૌ મરીન પોલીસ સ્ટેશન